ભારતીય સુપ્રીમ કોર્ટ એ ભારતનું સર્વોચ્ચ ન્યાય તંત્ર છે અને ભારતીય બંધારણના ભાગ V, પ્રકરણ IV દ્વારા સ્થાપિત ભૂમિનો એક ભાગ છે. ભારતના બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટની ભૂમિકા સમવાય કોર્ટની છે, જે બંધારણની પાલક છે અને અરજ કરવા માટેની સૌથી ઊંચી કોર્ટ છે.
ભારતીય બંધારણની ૧૨૪ થી ૧૪૭ સુધીની કલમો ભારતીય સુપ્રીમ કોર્ટની રચના અને ન્યાયક્ષેત્ર નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટ મુખ્યત્વે છેલ્લો ઉકેલ છે અને સૌથી ઊંચી એપેલેટ (અપીલોનું કામ ચલાવનાર) કોર્ટ છે, જે રાજ્યો અને પ્રાંતોની હાઇ કોર્ટોના ચુકાદા સામે કરાયેલી અરજી સ્વીકારે છે. વધુમાં તે ગંભીર માનવ અધિકાર હક્ક ઉલ્લંઘન અથવા જે કેસમાં ગંભીર મુદ્દાનો સમાવેશ થયેલો હોય, જેમાં તાત્કાલિક ઉકેલની જરૂર હોય તેવા કેસોમાં લેખિત અરજી પણ લે છે. ભારતીય સુપ્રીમ કોર્ટે તેનું ઉદ્ઘાટન બેઠક ૨૮ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ યોજી હતી અને ત્યારથી તેણે ૨૪,૦૦૦થી વધુ ચુકાદાઓ આપ્યા છે.
કોર્ટનું બંધારણ
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારત એક સાર્વભૌમ લોકશાહી ગણતંત્ર બન્યું તેના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટે તેના કામકાજનો પ્રારંભ કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગ સંસદભવનમાં ચેમ્બર ઓફ પ્રિન્સેસ (Chamber of Princes)માં યોજાયો હતો. ચેમ્બર ઓફ પ્રિન્સેસ અગાઉ ૧૯૩૭થી ૧૯૫૦ની મધ્ય સુધી, ૧૨ વર્ષ સુધી ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની બેઠક રહી હતી અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે તેની હાલની ઇમારત 1958માં નહોતી ખરીદી, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની બેઠક રહી હતી.
૨૮ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેના ઉદ્ઘાટન બાદ, સુપ્રીમ કોર્ટે સંસદના ગૃહમાં ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં તેની બેઠકનો પ્રારંભ કર્યો હતો. કોર્ટે ત્યારબાદ હાલના મકાનમાં ૧૯૫૮માં સ્થળાંતર કર્યું હતું. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન એ સર્વોચ્ચ કોર્ટનું મંડળ છે. એસસીબીએ(SCBA)ના વર્તમાન પ્રમુખ શ્રી રામ જેઠમલાણી છે. શ્રી સંજય બંસલ એસસીબીએ (SCBA)ના વર્તમાન માનદ સચિવ છે.
સુપ્રીમ કોર્ટની ઇમારત
સુપ્રીમ કોર્ટનો મુખ્ય બ્લોક ૨૨ એકરના ચોરસ પ્લોટ બાંધવામાં આવ્યો છે અને ઇમારતની ડિઝાઇન મુખ્ય સ્થપતિ ગણેશ ભીકાજી ડિયોલાલિકર દ્વારા કરવામાં આવી હતી, જેઓ સીપીડબ્લ્યુડી(CPWD)નું નેતૃત્વ સંભાળનારા પ્રથમ ભારતીય હતા અને તેમણે સુપ્રીમ કોર્ટની ઇમારતની ઇન્ડો-બ્રિટીશ શૈલીમાં ડિઝાઇન કરી હતી. તેઓ શ્રીધર ક્રિશ્ના જોગલેકરના અનુયાયી હતા. કોર્ટે હાલની ઇમારતમાં ૧૯૫૮માં સ્થળાંતર કર્યું હતું. ઇમારતનો આકાર ન્યાયની ત્રાજવાઓની છબિ દર્શાવતો બનાવવામાં આવ્યો છે, જેમાં ઇમારતની કેન્દ્રીય વિંગ ત્રાજવાના પલ્લાના કેન્દ્રીય બીમને મળતી આવે છે. 1979માં, સંકુલમાં બે નવા ભાગો- પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગનો ઉમેરો કરવામાં આવ્યો હતો. એકંદરે તેમાં ઇમારતના વિવિધ ભાગોમાં ૧૫ કોર્ટ ખંડો છે. મુખ્ય ન્યાયમૂર્તિની કોર્ટ તમામ કોર્ટોમાં સૌથી મોટી છે, જે મધ્ય વિંગના કેન્દ્રમાં આવેલી છે.
રચના
ભારતીય સુપ્રીમ કોર્ટ
મૂળભૂત ભારતીય બંધારણ(૧૯૫૦)માં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ૭ નીચલી કક્ષાના ન્યાયમૂર્તિઓ માટે જોગવાઇ કરવામાં આવી હતી - જેમાં તેમની સંખ્યા વધારવાનો નિર્ણય સંસદ પર છોડવામાં આવ્યો હતો. પ્રારંભિક વર્ષોમાં સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ ન્યાયપીઠ તેમની સમક્ષ રજૂ કરવામાં આવતા કેસોની સુનાવણી કરવા એકસાથે બેસતી હતી. જેમ કોર્ટનું કામ વધતું ગયું અને કેસોનો ભરાવો થતો ગયો તેમ સંસદે ૧૯૫૦માં ન્યાયમૂર્તિઓની સંખ્યા ૮ ની હતી તે વધારીને ૧૯૫૬માં ૧૧, ૧૯૬૦માં ૧૪, ૧૯૭૮માં ૧૮, ૧૯૮૬માં ૨૬ અને ૨૦૦૮માં ૩૧ની કરી હતી. ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો થતા તેઓ બે કે ત્રણ સભ્યોની બનેલી ન્યાયપીઠમાં (જેને ડિવીઝન બેન્ચતરીકે ઓળખવામાં આવે છે)-તેમજ આવું કરવા માટે પાંચ ન્યાયપીઠો અને તેનાથી વધુ ન્યાયમૂર્તિઓ (જેને કંસ્ટીટ્યુશનલ બેન્ચ-બંધારણીય ન્યાયપીઠ કહેવામાં આવે છે) અથવા મંતવ્ય અથવા વિવાદમાં મતભેદનું સમાધાન કરવા એકી સાથે બેસતા હતા. જો આવું કરવાની જરૂરિયાત ઊભી થાય તો કોઈ પણ ન્યાયપીઠ, જે-તે કેસને મોટી ન્યાયપીઠને આપી શકે છે.
ભારતીય સુપ્રીમ કોર્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ૩૦થી વધુ નહીંં તેવા અન્ય ન્યાયમૂર્તિઓ ધરાવે છે. જો કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સાથે સલાહ-મસલત કરીને જ ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવી ઘટે અને આ પ્રકારની નિમણૂક સામાન્ય રીતે રાજકીય પસંદગીને બદલે સિનિયોરિટીને આધારે કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જે વ્યક્તિની નિમણૂક થવાની હોય તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ અને તે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે હાઇ કોર્ટ અથવા આવી બે કે તેનાથી વધુ કોર્ટોના ઓછામાં ઓછો ૧૦ વર્ષ સુધી ન્યાયમૂર્તિ હોવા જોઈએ અથવા રાષ્ટ્રપતિના મંતવ્ય અનુસાર પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના એડ હોક (હંગામી) ધોરણના ન્યાયમૂર્તિ તરીકે એક હાઇ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની અને સુપ્રીમ કે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિઓને બેસવાની અને કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કામગીરી કરવાની જોગવાઈ અસ્તિત્વમાં છે.
સુપ્રીમ કોર્ટે હંમેશાં વ્યાપક પ્રાદેશિક પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે. વધુમાં તે ધાર્મિક અને વંશીય લઘુમતીઓમાંથી આવતા ન્યાયમૂર્તિઓનો સારો એવો હિસ્સો ધરાવે છે. સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનારાં પ્રથમ મહિલા, ૧૯૮૭માં ન્યાયમૂર્તિ ફાતીમા બીવી હતાં. ત્યાર બાદના મહિલા ન્યાયમૂર્તિઓમાં સુજાતા મનોહર, રુમા પાલ અને જ્ઞાન સુધા મિશ્રાનો સમાવેશ થાય છે.
૨૦૦૦ની સાલમાં નિમણૂક પામેલા ન્યાયમૂર્તિ કે. જી. બાલક્રિશ્નનદલિત સમાજમાંથી આવતા સૌ પ્રથમ ન્યાયમૂર્તિ હતા. ૨૦૦૭માં તેઓ ભારતના પ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ પણ બન્યા. ન્યાયમૂર્તિઓ બી. પી. જીવણ રેડ્ડી અને એ. આર. લક્ષ્મણનની, તેઓ બંનેમાંથી કોઈએ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની સેવા આપી ન હોવા છતાં, લૉ કમિશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે, અસામાન્ય રીતે નિમણૂક કરવામાં આવી હતી.
અધિકારક્ષેત્ર
સુપ્રીમ કોર્ટ મૂળભૂત, એપેલેટ(અપીલ માટેનું) અને સલાહકારી અધિકારક્ષેત્ર ધરાવે છે.
મૂળભૂત અધિકારક્ષેત્ર
મૂળભૂત રીતે જ્યારે કેસ સીધો જ સુપ્રીમ કોર્ટ પાસે જાય તે તેનું મૂળભૂત અધિકારક્ષેત્ર છે.જ્યારે ભારત સરકાર અને એક કે વધુ રાજ્યોની વચ્ચે અથવા ભારત સરકાર અને કોઈ પણ રાજ્ય અથવા રાજ્યો વચ્ચે એક તરફે કે એક અથવા વધુ રાજ્યો બીજી તરફે હોય અથવા બે અથવા વધુ રાજ્યો વચ્ચે જો વિવાદમાં કોઇ પ્રશ્નનો સમાવેશ થતો હોય, જેની પર (કાયદાની દૃષ્ટિએ અથવા હકીકતની દૃષ્ટિએ) અમુક હદે કાનૂની અધિકાર નિર્ભર હોય અથવા તેનું અસ્તિત્વ નિર્ભર હોય તો તેવા કોઇ પણ વિવાદમાં તે વિશિષ્ટ મૂળભૂત અધિકારક્ષેત્ર ધરાવે છે. વધુમાં, બંધારણની કલમ 32 મૂળભૂત અધિકારો (ફંડામેન્ટલ રાઇટ્સ) લાગુ પાડવાના સંદર્ભે સુપ્રીમ કોર્ટના વિસ્તારિત મૂળભૂત અધિકારક્ષેત્રને મંજૂરી આપે છે.હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ), મેન્ડેમસ (ઉપલી અદાલતનું નીચલી અદાલતને ફરમાન), પ્રતિબંધ, ક્વો વોરંટો અને સર્ટિઓરરિ(કાગળ મંગાવવાનો ઉપલી અદાલતનો નીચલી અદાલતને આદેશ) સહિતના નિર્દેશો, આદેશો અથવા લેખિત આદેશ લાગુ પાડવા માટે તેને સત્તા આપવામાં આવી છે.
એપેલેટ અધિકારક્ષેત્ર
બંધારણના અર્થઘટન અનુસાર કાયદાના નોંધપાત્ર પ્રશ્નોને સમાવતા કોઈ પણ ચુકાદા, ફરમાન અથવા અંતિમ આદેશના સંદર્ભમાં બંધારણની કલમો 132 (1), 133 (1) અથવા 134 હેઠળ હાઇકોર્ટ દ્વારા મંજૂર કરાયેલા પ્રમાણપત્ર મારફતે સુપ્રીમ કોર્ટના એપેલેટ અધિકારક્ષેત્રને વિનંતી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટ કોઈ પણ બિનલશ્કરી ભારતીય અદાલતના ચુકાદા અથવા હુકમ સામે અપીલમાં જવા માટેની વિશિષ્ઠ રજા મંજૂર કરી શકે છે. સુપ્રીમ કોર્ટના એપેલેટ અધિકારક્ષેત્રમાં વધારો કરવાની સંસદને સત્તા છે અને સુપ્રીમ કોર્ટ (એન્લાર્જમેન્ટ ઓફ ક્રિમીનલ એપેલેટ જ્યુરિસડિક્શન) એક્ટ, 1970ની રચના કરીને ફોજદારી અરજીઓના કિસ્સામાં આ સત્તાનો ઉપયોગ કર્યો છે.
જો સંબંધિત હાઇકોર્ટ પ્રમાણિત કરે તો દિવાની બાબતો માં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઇ શકે છે: (a) કે એ કેસમાં સામાન્ય અગત્યતાના કાયદાના મહત્વના પ્રશ્નનો સમાવેશ થયો છે, અને (b) હાઇકોર્ટના મંતવ્ય અનુસાર, એ પ્રસ્તુત પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી થાય તેવી જરૂરિયાત છે. ફોજદારી કેસો માં, સુપ્રીમ કોર્ટમાં એવા કિસ્સામાં અરજી રહે છે જો હાઇકોર્ટે (a) અરજીને કારણે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ બદલાવ્યો હોય અને તેને મૃત્યુદંડ આપ્યો હોય અથવા જન્મટીપની સજા આપી હોય અથવા 10 વર્ષથી ઓછી નહીંં તેવી કેદની સજા કરી હોય, અથવા (b) પોતાની સત્તામાં આવતી નીચલી કોર્ટ પાસેથી કોઈ પણ કેસ ચલાવવામાંથી પોતાની જાતને પાછી ખેંચી હોય અને તેણે આ પ્રકારના કેસમાં આરોપીને અપરાધી ઠરાવ્યો હોય અને તેને મૃત્યુદંડની સજા કરી હોય અથવા જન્મટીપ આપી હોય અથવા 10 વર્ષથી ઓછી નહીંં તેવી કેદની સજા કરી હોય, અથવા (c) એવું પ્રમાણિત કર્યું હોય કે કેસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે યોગ્ય છે. સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના કોઈ પણ ચુકાદા, અંતિમ આદેશ અથવા સજાની અરજી હાથ ધરવાનો કે અપીલ સાંભળવાની વધુ સત્તા આપવાની સંસદને સત્તા છે.
સલાહકારી અધિકારક્ષેત્ર
સુપ્રીમ કોર્ટ એવી બાબતોમાં ખાસ સલાહકારી અધિકારક્ષેત્ર ધરાવે છે કે જેને ખાસ રીતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બંધારણની કલમ ૧૪૩ હેઠળ તેને સલાહ માટે આપવામાં આવી હોય.બંધારણની કલમ ૩૧૭(૧), ઇન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧ના સેક્શન ૨૫૭, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રીક્ટીવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ, ૧૯૬૯ના સેક્શન ૭(૨), કસ્ટમ એક્ટ, ૧૯૬૨ના સેક્શન ૧૩૦-એ, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ, ૧૯૪૪ના સેક્શન ૩૫-એચ અને ગોલ્ડ (કંટ્રોલ)એક્ટ, ૧૯૬૮ની કલમ ૮૨સી હેઠળ આ કોર્ટને સંદર્ભ માટે અથવા અરજી કરવા માટેની જોગવાઈ છે. વધુમાં, રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, ૧૯૫૧, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રીક્ટીવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ, ૧૯૬૯, એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧, કંટેમ્પ્ટસ ઓફ કોર્ટસ એક્ટ, ૧૯૭૧, કસ્ટમ્સ એક્ટ,૧૯૬૨, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ, ૧૯૪૪, એન્લાર્જમેન્ટ ઓફ ક્રિમીનલ એપેલેટ જ્યુરિસડિકશન એક્ટ,૧૯૭૦, ટ્રાયલ ઓફ ઓફેન્સીસ રિલેટીંગ ટુ ટ્રાન્ઝેક્શન્સ ઇન સિક્યુરિટીઝ એક્ટ, ૧૯૯૨, ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટીવ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ, ૧૯૮૭, અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય છે. રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી કાયદો, ૧૯૫૨ના ભાગ III હેઠળ ચૂંટણીલક્ષી અરજીઓ પણ સીધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાય છે.
બંધારણની કલમો ૧૨૯ અને ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટને પોતાની જાતના અનાદર માટે બદલ સજા આપવા સહિત અદાલતના તિરસ્કાર માટે સજા આપવાના અધિકારો આપવામાં આવ્યા છે. રુલ્સ ટુ રેગ્યુલેટ પ્રોસિડિંગ્સ ફોર કંટેમ્પ્ટ ઓફ સુપ્રીમ કોર્ટ, ૧૯૭૫ના નિયમ-૨, પાર્ટ-Iમાં આપવામાં આવેલા તિરસ્કાર કરતાં અન્ય બીજા તિરસ્કારના કિસ્સામાં, કોર્ટ (a) સુઓ મોટો (સ્વપ્રેરણા), અથવા (b) એટર્ની જનરલ અથવા સોલિસીટર જનરલ દ્વારા કરવામાં આવેલી અરજી પર અથવા (c) કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાયેલી અરજી પર અને ફોજદારી તિરસ્કારના કેસમાં એટર્ની જનરલ અથવા સોલિસીટર જનરલની સંમતિ સહિતના લખાણના કિસ્સામાં પગલાં લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટ રુલ્સના ઓર્ડર XL હેઠળ સુપ્રીમ કોર્ટ તેના ચુકાદા અથવા હુકમોની સમીક્ષા કરી શકે છે પરંતુ દિવાની કાર્યવાહીમાં સમીક્ષા માટેની કોઈ પણ અરજી, ઓર્ડર કોડ ઓફ સિવીલ પ્રોસિજરના XLVII, રૂલ ૧માં દર્શાવેલાં કારણો સિવાય અને ફોજદારી કાર્યવાહીમાં રેકોર્ડના કિસ્સામાં દેખીતી ભૂલના કારણ સિવાય હાથ ધરી શકતી નથી.
અરજીની તબદિલી (TRANSFER PETITIONS)
સુપ્રીમ કોર્ટને એક હાઇકોર્ટમાંથી બીજા હાઇકોર્ટમાં કેસો તબદિલ કરવાની સત્તા છે અને એટલું જ નહીં ચોક્કસ રાજ્યની એક જિલ્લા કોર્ટમાથી અન્ય રાજ્યની જિલ્લા કોર્ટમાં કેસને તબદિલ કરવાની સત્તા છે. આ પ્રકારના કેસોની તબદિલીમાં સન્માનનીય સુપ્રીમ કોર્ટ એવા જ કેસોની તબદિલી કરે છે, જ્યારે તેને યોગ્ય પ્રાંતીય અધિકારક્ષેત્રનો ખરેખર અભાવ જણાય અને એવા કેસો કે જેને તબદિલીપાત્ર અધિકારક્ષેત્ર હેઠળ ફાઇલ કરવાના હોય તેને તબદિલ કરે છે. નામદાર સુપ્રીમ કોર્ટ મોટા ભાગે આ પ્રકારની તબદિલી માટે સાચા કારણનો ધ્યાનમાં લે છે.
ન્યાયવિષયક (ન્યાયકચેરીનું, ન્યાયાલયનું કે તેના દ્વારા કરવાનું )સ્વતંત્રતા
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને વિવિધ રીતે સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેની ચોક્સાઈ બંધારણમાં રાખવામાં આવી છે. ન્યાયમૂર્તિઓની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે થાય છે, નહીં કે રાજકીય પસંદગીથી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને તેમના પદ પરથી રાષ્ટ્રપતિએ દરેક સંસદીય ગૃહમાં સંબોધન કર્યું હોય, તથા તેમને ગૃહના કુલ સભ્યોની બહુમતીનો ટેકો હોય અને હાજર રહેલા સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી નહીં તેવી બહુમતીથી અને મતદાન દ્વારા અને સમાન સત્રમાં સાબિત થયેલી ગેરવર્તણૂક અથવા અક્ષમતાના કારણોસર આ પ્રકારની બરતરફી માટે રાષ્ટ્રપતિને રજૂઆત કર્યા બાદ પસાર કરેલા હુકમ સિવાય બરતરફ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓનો પગાર અને ભથ્થઓમાં તેમની નિમણૂક બાદ ઘટાડો કરી શકાય નહીં. જે-તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ રહી ચૂકી હોય તેને કાયદાની કોઈ પણ અદાલતમાં અને ભારતમાં કોઈ પણ સત્તા સમક્ષ વ્યાવસાયિક કામ કરવામાંથી બાકાત કરી શકાય છે.
તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા
બંધારણની કલમો ૧૨૯ અને ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટને પોતાના સહિત ભારતભરની કોઈ પણ કોર્ટના કાયદાના તિરસ્કાર બદલ કોઈને પણ શિક્ષા કરવાના અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્યના હોદ્દા પરના પ્રધાન, સ્વરૂપ સિંહ નાયકને[૨]૧૨ મે ૨૦૦૬ના રોજ કોર્ટના તિરસ્કારના આરોપ બદલ એક મહિનાની જેલની સજા કરીને અણધાર્યું પગલું ભર્યું હતું. આવું પ્રથમ વખત થયું હતું કે હોદ્દા પરના પ્રધાનને જેલની સજા કરવામાં આવી હોય.
(સંદર્ભ આપો)જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર (J&K)ના રાજ્યના સંદર્ભમાં એ નોંધવું સુસંગત રહેશે કે વિવિધ ઐતિહાસિક કારણોસર J&K ભારતના અન્ય રાજ્યોની સાપેક્ષે ખાસ દરજ્જો ધરાવે છે. ભારતીય બંધારણની કલમ ૩૭૦માં J&K માટે ચોક્કસ પ્રકારના અપવાદો આપવામાં આવ્યા છે. ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે J&K રાજ્યમાં લાગુ પડતું નથી, જે કલમ ૩૭૦ અનુસાર છે. ભારતીય બંધારણ વિવિધ સુધારાઓ અને અપવાદો બાદ J&K રાજ્યને લાગુ પડે છે. આ બાબત બંધારણ (એપ્લીકેશન ટુ જમ્મુ એન્ડ કાશ્મીર) ઓર્ડર, ૧૯૫૪માં આપવામાં આવી છે. તેમજ, જમ્મુ અને કાશ્મીર ભારતનાં બીજા રાજ્યો સિવાય પોતાનું અલાયદું બંધારણ ધરાવે છે. અસંખ્ય સુધારાઓ સાથે જમ્મુ અને કાશ્મીરને ભારતીય બંધારણ લાગુ પડતું હોવા છતાં કંસ્ટીટ્યુશન (એપ્લીકેશન ટુ જમ્મુ એન્ડ કાશ્મીર) ઓર્ડર, ૧૯૫૪ કલમ ૧૪૧ J&Kના રાજ્યને લાગુ પડે છે અને તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલો કાયદો સમાન રીતે હાઇકોર્ટ સહિત J&Kની તમામ કોર્ટોને લાગુ પડે છે.
સીમાચિહ્નરૂપ ચુકાદાઓ: ન્યાયતંત્ર-વહીવટીતંત્ર વચ્ચેના સંઘર્ષ
જમીન સુધારણા (પ્રારંભનો સંઘર્ષ)
જમીનદારોના મૂળભૂત અધિકારોનું આ કાયદાઓથી ઉલ્લંઘન થાય છે તેવા કારણોસર જમીનદાર (જમીનમાલિક) પાસેથી જમીન લઈને તેની પુનઃવહેંચણી કરવાના રાજ્યના કાયદાઓનો કેટલીક કોર્ટોએ ઇનકાર કરતાં, ભારતની સંસદે બંધારણમાં ૧૯૫૧માં પ્રથમ સુધારો કર્યો હતો ત્યાર બાદ જમીનની પુનઃવહેંચણીને લાગુ પાડતા તેની સત્તાને રક્ષવા માટે ૧૯૫૫માં ચતુર્થ સુધારો કરવામાં આવ્યો હતો. ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય [૩]ના કેસમાં સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે ૧૯૬૭માં આ સુધારાઓ સામે વાંધો ઉઠાવતાં સ્પષ્ટ કર્યું કે સંસદને ખાનગી મિલકત અંગેની જોગવાઇઓ સહિતના મૂળભૂત અધિકારો રદ કરવાની સત્તા નથી[૪].
અન્ય કાયદાઓ જેને ગેરબંધારણીય માનવામાં આવતા હતા
- સરકાર દ્વારા પ્રાયોજિત બૅન્ક નેશનલાઇઝેશન બીલ (બૅન્ક રાષ્ટ્રીકરણ વિધેયક) કે જેને સંસદ દ્વારા ઑગસ્ટ ૧૯૬૯માં પસાર કરવામાં આવ્યું હતું, તેને ૧ ફેબ્રુઆરી, ૧૯૭૦ના રોજ, સુપ્રીમ કોર્ટે અવૈધ ઠરાવ્યું હતું.
- સુપ્રીમ કોર્ટે વધુમાં ૭ સપ્ટેમ્બર, ૧૯૭૦ના રોજ કરાયેલા હુકમને પણ ગેરબંધારણીય કહીને નકારી દીધો હતો, જેણે ભારતના જૂના રાજાશાહી રાજ્યોના અગાઉના શાસકોનાં બિરુદો, વિશેષાધિકાર અને ખાનગી સાલિયાણાને રદ કર્યા હતા.

સંસદ તરફથી પ્રતિભાવ
- સુપ્રીમ કોર્ટના નિર્ણય સામેના પ્રતિભાવમાં ભારતીય સંસદે ૧૯૭૧માં મૂળભૂત અધિકારો સહિત બંધારણની કોઈ પણ જોગવાઇમાં સુધારો કરવા માટે પોતાને જ સત્તા આપવા માટે એક સુધારો પસાર કર્યો હતો.
- ભારતની સંસદે ૨૫મો સુધારો પસાર કરીને યોગ્ય જમીન વળતરને લાગતાવળગતા કાયદાકીય નિર્ણયોને ન્યાયિકતપાસના ક્ષેત્રથી પર બનાવ્યા.
- ભારતીય સંસદે ભારતના બંધારણ સામે સુધારાઓ પસાર કર્યા, જેમાં રાજાશાહીના વિશેષાધિકાર અને ગુપ્ત સાલિયાણાને રદ કરતી બંધારણીય કલમનો ઉમેરો કર્યો.

સુપ્રીમ તરફથી વળતો પ્રતિભાવ
કોર્ટે ઠરાવ્યું કે બંધારણના મૂળ માળખાને સુગમતા માટે બદલી શકાય નહીં. ૨૪ એપ્રિલ, ૧૯૭૩ના રોજ, સુપ્રીમ કોર્ટે કેસવાનંદા ભારતી વિ. કેરળ રાજ્ય ના કેસમાં ચુકાદા દ્વારા સંસદીય આક્રમકતાને ખાળતા સ્પષ્ટ કર્યું હતું કે ભલે આ સુધારાઓ બંધારણીય હતા છતાં, બંધારણના "મૂળ માળખા"ને સુધારાઓ બદલી શકે નહીં તેવું જાહેર કરીને, સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કોઈ પણ બંધારણીય સુધારાઓને રદ કરવાની વિવેકાધીન સત્તા હજુ પણ કોર્ટ ધરાવે છે, આ ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિ સિકરી દ્વારા આપવામાં આવ્યો હતો.

કટોકટી અને ભારત સરકાર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શાસિત શક્તિશાળી કેન્દ્ર સરકારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ભારે નિયંત્રણો નાખ્યા હતા[૫]. આવુંઇંદિરા ગાંધી દ્વારા ભારતીય કટોકટી (૧૯૭૫-૧૯૭૭) દરમિયાન થયું હતું. કેદમાં રહેલી વ્યક્તિઓના બંધારણીય હક્કોને સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રિવેન્ટીવ ડિટેન્શન કાયદાઓ હેઠળ નિયંત્રિત કરવામાં આવ્યા હતા. શિવા કાંત શુક્લા જબલપુરના એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ વિ. શિવ કાંત શુક્લા , જેઓ હેબીયસ કોર્પસ (બંદીપ્રત્યક્ષીકરણ) કેસ તરીકે વિખ્યાત છે, તેના કેસમાં સુપ્રીમના કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ન્યાયપીઠે કટોકટી દરમિયાનના બંદી અવસ્થાની અનિયંત્રિત સત્તાઓ માટે રાજ્યની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિઓ એ.એન. રાય, પી. એન. ભગવતી, વાય.વી. ચંદ્રચુડ, અને એમ.એચ. બેગે મોટા ભાગમાં ચુકાદાઓમાં જણાવ્યું હતું:[૬]
- (કટોકટીની જાહેરાત હેઠળ) હાઇ કોર્ટ સમક્ષ હેબીયસ કોર્પસ (બંદીપ્રત્યક્ષીકરણ) માટે અથવા અન્ય અરજી અથવા બંદી બનાવવાના આદેશની કાયદેસરતાને પડકારવા માટે કલમ ૨૨૬ હેઠળ કોઇ વ્યક્તિ પાસે અરજી કરવાનું કોઇ સ્થળ હોતું નથી.
ન્યાયમૂર્તિ એચ. આર. ખન્ના દ્વારા જ અસહમતિનું મંતવ્ય રજૂ કરાયું હતું જેમાં દર્શાવ્યું હતું કે:
- કેસ ચલાવ્યા વિના બંદી બનાવવા એ જે લોકો અંગત સ્વતંત્રતાને ચાહે છે તેમના માટે શાપરૂપ છે... અસ્વીકૃત અરજી એ કાયદાનું ખિન્ન સ્વરૂપ છે, આવતીકાલની સતર્કતા માટે હવે પછીના ચુકાદાઓ ભૂલને શક્ય રીતે સુધારી શકે જેમાં અસહમત ન્યાયમૂર્તિઓ માને છે કોર્ટ સાથે વિશ્વાસઘાત થયો છે.[૬]
એવું મનાય છે કે પોતાનું અસહમતિનું મંતવ્ય આપતા પહેલા ન્યાયમૂર્તિ ખન્નાએ તેમની બહેનને જણાવ્યું હતું કે: મેં મારો ચુકાદો તૈયાર કરી નાખ્યો છે, જેના માટે માટે મારે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના પદનો ભોગ આપવો પડશે."[૭] જ્યારે કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૧૯૭૭માં મુખ્ય ન્યાયમૂર્તિના પદ માટે સુપ્રીમ કોર્ટના એક ન્યાયમૂર્તિની ભલામણ કરી હતી ત્યારે ન્યાયમૂર્તિ ખન્ના તે સમયે સૌથી જૂના હોવા છતાં તેમને અવગણવામાં આવ્યા અને આમ કરીને સરકારે સૌથી જૂના ન્યાયમૂર્તિને જ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક આપવાની પ્રથાને તોડી નાખી હતી. હકીકતમાં, એવું અનુભવાયું હતું કે અન્ય ન્યાયમૂર્તિઓ કદાચ આ જ કારણસર આ હોદ્દા પર આવતા અટક્યા હશે. 'ન્યાયમૂર્તિ ખન્ના આ નિર્ણય માટે ભારતમાં કાનૂની બિરાદરીમાં ઐતિહાસિક વ્યક્તિ બની રહ્યા.
ન્યૂ યોર્ક ટાઇમ્સે, આ મંતવ્યને લખ્યું હતું: "સ્વતંત્ર ન્યાયતંત્રનું નિરંકુશ સત્તાને પગે પડવું એ સાહજિક રીતે જ લોકશાહી સમાજના વિનાશ તરફનું છેલ્લું પગલું છે; અને ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય મૂક શરણાગતિની નજીક હોવાનું દેખાય છે."
કટોકટીના ગાળા દરમિયાન, સરકારે 39મો સુધારો પણ પસાર કર્યો હતો, જેણે વડા પ્રધાનની ચૂંટણી માટે ન્યાયિક સમીક્ષા પર મર્યાદાની માગ કરી હતી; ફક્ત સંસદ દ્વારા રચવામાં આવેલી સંસ્થા જ આ ચૂંટણીની સમીક્ષા કરી શકે છે[૮]. કોર્ટે અગાઉના કેશવાનંદ ચુકાદા છતાં પણ આ નિયંત્રણ(1975)ને સંમતિ આપી હતી. પરિણામે, કટોકટી સમયે રહેલા મોટા ભાગના વિરોધ પક્ષના લોકો જેલમાં હતા ત્યારે સંસદે ૪૨મો સુધારો પસાર કર્યો હતો, જેના અનુસાર કોઈ પણ કોર્ટને, સુધારા સંબંધી કાર્યવાહીના મુદ્દાઓના અપવાદ સિવાય, બંધારણમાં કોઇ સુધારની સમીક્ષા કરતી રોકી હતી. કટોકટી પછીનાં થોડાં વર્ષો બાદ, જો કે સુપ્રીમ કોર્ટે 42માં સુધારાની તમામ બાબતોને ફગાવી દીધી હતી અને મિનર્વા મિલ્સ કેસ(૧૯૮૦)ની ન્યાયિક સમીક્ષામાં તેની સત્તાઓ પુનઃસ્થાપિત કરી હતી.
કટોકટી દરમિયાન આખરી પગલાં તરીકે ન્યાયમૂર્તિ વી.આર. ક્રિશ્નાએ કહ્યું હતું કે "હાઇ કોર્ટની સ્વતંત્રતા પર ઘા "[૫], મુખ્ય ન્યાયમૂર્તિ બેગ સાથે સહમતિમાં દેશભરમાં ન્યાયમૂર્તિઓ કોઈ ને કોઈ રીતે જોડાઈ ગયા હતા.

૧૯૮૦ બાદ: સ્વમતાગ્રહી સુપ્રીમ કોર્ટ
સદ્નસીબે ભારતીય કાયદાશાસ્ત્ર માટે, ન્યાયમૂર્તિ ખન્નાએ ઉલ્લેખ કર્યો હતો તે "કાયદા અંગેનું ગંભીર ચિંતન" થયું અને કટોકટી પછી વહેલાસર તેના અતિરેકોને સુધારવામાં આવ્યા.
ઇંદીરા ગાંધી 1977માં ચૂંટણી હારી ગયા બાદ, મોરારજી દેસાઇનીઅને ખાસ કરીને કાયદાપ્રધાન શાંતિ ભૂષણ (જેમણે અગાઉ હેબીયસ કોર્પસ કેસમાં રાજકીય અટકાયતીની દલીલ કરી હતી)ની સરકારમાં, અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા હતા, જે કટોકટી જાહેર કરવાની બાબતને અને તેને ટકાવી રાખવાને વધુ મુશ્કેલ બનાવતા હતા અને મોટા ભાગની સત્તા સુપ્રીમ કોર્ટના હાથમાં જ રહી હતી. કહેવાય છે કે મૂળભૂત માળખા સિદ્ધાંતની રચનાકેસવાનંદા ના કેસમાં કરવામાં આવી હતી, જેને ઇંદીરા ગાંધી ના કેસમાં મજબૂત કરવામાં આવી હતી અને મિનર્વા મિલ્સ માં ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
મુખ્યત્વે કટોકટીના ગાળા બાદ કલમ 21 અંગેના સુપ્રીમ કોર્ટના રચનાત્મક અને વિસ્તરીત અર્થઘટને (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા) જાહેર હિતના દાવાના નવા કાયદાશાસ્ત્રનો ઉદ્ભવ કર્યો હતો, જેણે ઘણા અગત્યના આર્થિક અને સામાજિક અધિકારો (બંધારણીય રીતે રક્ષિત પરંતુ બળજબરીથી લાગુ પાડી શકાય તેવા નહીં) સહિતને ઉગ્રપણે પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ તે મફત શિક્ષણ, જીવન, સ્વચ્છ પર્યાવરણ, ખાદ્ય અને અન્ય ઘણા સુધી મર્યાદિત ન હતું. નાગરિક અને રાજકીય અધિકારો (ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો (Fundamental Rights)માં પરંપરાગત રીતે રક્ષિત)પણ વિસ્તર્યા હતા અને તેને વધુ તીવ્રતાપૂર્વક રક્ષવામાં આવ્યા હતા. આ નવા અર્થઘટને અસંખ્ય મહત્ત્વના મુદ્દાઓ પરના દાવાઓ માટે દિશાઓ ખોલી હતી. એ નોંધવું રસપ્રદ છે કે કલમ 21ના અર્થઘટનના વિસ્તરણના પ્રણેતા મુખ્ય ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી હતા કે જેઓ એડીએમ(ADM) જબલપુર કેસની સુનાવણી કરનારા ન્યાયમૂર્તિઓમાંના એક હતા, તેમણે રાઇટ ટુ લાઇફનો દાવો કટોકટીમાં કરી શકાય તેવું ઠરાવ્યું હતું.

તાજેતરના અગત્યના કેસો
૨૦૦૦ બાદ સુપ્રીમ કોર્ટના અગત્યના ચુકાદાઓમાં કોએલ્હો કેસ (આઇ.આર. કોએલ્હો વિ. તામિલનાડુ રાજ્ય)(૧૧ જાન્યુઆરી, ૨૦૦૭નો ચુકાદો)નો સમાવેશ થાય છે. ૯ ન્યાયમૂર્તિઓની બનેલી સર્વસંમત ન્યાયપીઠે મૂળ માળખા સિદ્ધાંતને પુનઃસ્થાપિત કર્યો હતો. ભારતીય બંધારણ અંગે અધિકારપૂર્વક કહેવા શક્તિમાન, ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીએ ચુકાદા પર ટિપ્પણી કરી હતી, "આઇ. આર. કોએલ્હો પરનો ચુકાદો મૂળ માળખાના સિદ્ધાંતને બળપૂર્વક પુનઃસ્થાપિત કરે છે. ખરેખર તેઓ તેમાં આગળ વધ્યા હતા અન ઠરાવ્યું હતું કે કોઈ પણ મૂળભૂત અધિકારોનું- જેને કોર્ટ બંધારણના મૂળ માળખાના ભાગની રચના કરનાર માને છે- ઉલ્લંઘન ધરાવતા બંધારણીય સુધારા, એ જ સમાન બાબતને તેની અસરો અને પરિણામો પર આધાર રાખતા બિનઅસરકારક બનાવી શકાય છે. ચુકાદો સ્પષ્ટ રીતે જ ચોક્કસ મૂળભૂત અધિકારોના સિદ્ધાંતોના સંદર્ભમાં સંસદની બધારણીય સત્તા પર વધુ નિયંત્રણો મૂકે છે. કોએલ્હો પરના ચુકાદાએ અસરરૂપે ગોલક નાથના ચુકાદા પર મૂળભૂત અધિકારોના ભંગને કારણે બંધારણમાં બિન-સુધારાયોગ્યતાના સંદર્ભમાં અસર કરી હતી, જે કેસવાનંદા ભારતીના કેસમાં આપેલા ચુકાદાથી વિરુદ્ધ હતી. અત્યંત આદર સાથે આ ચુકાદો સ્પષ્ટતા નીપજાવતો નથી. તેણે 'અધિકારોનું હાર્દ' પરીક્ષણ જેવા અસ્ષ્ટ ખ્યાલોની રજૂઆત કરી છે. કલમ 21, 14 અને 19ની વ્યક્ત શરતો સિવાય 'તેમાં ક્યા સિદ્ધાંતો રહેલા છે?' કોએલ્હો ચુકાદો કે જે પ્રવર્તમાન મૂંઝવણમાં ચોક્કસપણે વધારો કરે છે તેવું સમજાવવા માટે વધુ દાવાઓ દર્શાવવા માટે કોઇએ પ્રણેતા થવું ન જોઇએ." આ ટિપ્પણી ઓસ્લોમાં એક પ્રવચનમાં કરવામાં આવી હતી, જેમ ભારતીય બ્લોગ 'લો એન્ડ અધર થિંગ્સ' પરઅહેવાલ આપવામાં આવ્યો હતો.
અશોકા કુમાર ઠાકુર વિ. યુનિયન ઓફ ઇન્ડિયામાં પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી ન્યાયપીઠે અગત્યનો ચુકાદો આપ્યો હતો; જેમાં સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન્સ (કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓ) (પ્રવેશમાં અનામત)એક્ટ, 2006માં 'ક્રીમી લેયર' નિયમની શરતે ચાલુ રાખવામાં આવ્યો હતો. અગત્યની વાત એ છે કે કોર્ટે યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસરવામાં આવતા 'કડક પૃથ્થકરણ'નાં ધોરણો અનુસરવાનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, કોર્ટે અનુજ ગર્ગ વિ. હોટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(૨૦૦૭)માં કડક પૃથ્થકરણ ધોરણો લાગુ પાડ્યા હતા. ([૨])
અરવલ્લી ગોલ્ફ કોર્સ અને અન્ય કેસોમાં સુપ્રીમ કોર્ટે (ખાસ કરીને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કત્જુએ) વધતી જતી સમાજસુધારક ભૂમિકા લેવા વિશે મર્યાદાઓ રજૂ કરી હતી.

ન્યાયમૂર્તિઓનો ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક
૨૦૦૮નું વર્ષ સુપ્રીમ કોર્ટ માટે એક યા બીજા વિવાદોનું રહ્યું હતું, જેમાં ન્યાયતંત્રના ઉચ્ચ સ્તર સુધી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા,[૯][૧૦][૧૧][૧૨][૧૩][૧૪][૧૫][૧૬][૧૭][૧૮][૧૯][૨૦][૨૧][૨૨][૨૩][૨૪][૨૫][૨૬] જેમ કે કરદાતાઓના ખર્ચે ખર્ચાળ અંગત રજાઓ,[૨૭]જાહેરમાં ન્યાયમૂર્તિઓની સંપત્તિની વિગતો જાહેર કરવાનો ઇનકાર,[૨૮][૨૯][૩૦][૩૧][૩૨][૩૩]ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં ગુપ્તતા',[૩૪][૩૫][૩૬][૩૭] તેમ જ માહિતી જાણવાના અધિકાર (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ) હેઠળ જાહેર જનતાને માહિતી પૂરી પાડવાનો ઇનકારનો સમાવેશ થતો હતો.[૩૮][૩૯][૪૦][૪૧][૪૨] ભારતના ન્યાયમૂર્તિ કે.જી.બાલાક્રિશ્નને તેમનું પદ જાહેર જનતાના સેવક તરીકેનું નથી, પરંતુ બંધારણીય સત્તાધિકારીનું છે એવી ટિપ્પણી બદલ અસંખ્ય ટીકાઓને આમંત્રણ આપ્યું હતું.[૪૩] બાદમાં તેઓ પોતાની ટિપ્પણીમાંથી ફરી ગયા હતા. [૪૪] હાલના ભારતીય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પોતાની ફરજોમાં નિષ્ફળતા બદલ ન્યાયતંત્રની ગંભીર ટીકાઓ કરી હતી.[૪૫] વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એ ન્યાયતંત્ર દ્વારા સામનો કરવામાં આવતા અનેક પડાકારોમાંનો મોટો પડકાર છે અને આ આક્રમણને જડમૂળથી નાબૂદ કરવાની જરૂર છે.[૪૬]
ભારતીય સરકારના કેબિનેટ સચિવે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના આક્ષેપોની તપાસ કરવા માટે તાજેતરમાં જ ભારતીય મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળ નેશનલ જ્યુડીશિયલ કાઉન્સિલ નામની એક પેનલની સ્થાપના કરવા સંસદમાં જજીસ ઇન્ક્વાયરી(એમેન્ડમેન્ટ) બિલ 2008 રજૂ કર્યું હતું. જો કે, આ ખરડો એક મજાક હોવાનો અને ફક્ત જનતાને શાંત કરવા અને દબાવવા માટેનો હતો તેવો આક્ષેપ થયો હતો. ખરડા અનુસાર પેનલના ન્યાયમૂર્તિઓ તેમની જાતે જ ન્યાયમૂર્તિઓને તપાસ કરશે, આ તપાસનો પ્રારંભ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સામે અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિઓ સામે રાષ્ટ્રપતિ, કેબિનેટ સચિવ અને સંસદના આદેશ દ્વારા થઇ શકે છે અને ત્યાર બાદ તેમને બરતરફ કરી શકાય છે.[૪૭][૪૮]

વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ
- સુપ્રીમ કોર્ટની ન્યાયપીઠ, ન્યાયમૂર્તિ બી એન અગરવાલ , ન્યાયમૂર્તિ વી એસ સિરપુરકર અને ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી :
"અમે એવું કોઇ પ્રમાણપત્ર આપતા નથી કે કોઇ ન્યાયમૂર્તિ ભ્રષ્ટ નથી. કાળા કાગડા સર્વત્ર છે. આ ફક્ત માત્રાનો સવાલ છે."[૧૨][૧૩]
- સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, ન્યાયમૂર્તિ અગરવાલ :
"રાજકારણીઓ, વકીલો અને સમાજના ચારિત્ર્યનું શું? આપણે સૌ સમાન ભ્રષ્ટ સમાજમાંથી આવીએ છીએ અને સ્વર્ગમાંથી ઊતરી આવ્યા નથી. પરંતુ એવું લાગે છે તમે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો અને તેથી અમને આરોપી ઠરાવી રહ્યા છો." [૪૯]
- સુપ્રીમ કોર્ટની ન્યાયપીઠ, ન્યાયમૂર્તિ અરિજીત પાસાવત , ન્યાયમૂર્તિ વી એસ સિરપુરકર અને ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી :
"કોઇ પણ ન્યાયમૂર્તિનું આગવું લક્ષણ પ્રામાણિકતા હોવા છતાં પ્રજાએ કેટલાક ન્યાયમૂર્તિઓની કક્ષા નક્કી કરવાનું શરૂ કર્યું છે તેથી હવે સમય આવી ગયો છે. આ પ્રણાલી છે. આ સડો અટકાવવા માટે આપણે કોઇ પદ્ધતિ શોધી કાઢવી પડશે." [૫૦]
"શું વર્તમાન વ્યવસ્થા નકામી થઇ ગઇ છે? શું કેટલાક નજીવા ફેરફાર સાથે આ વ્યવસ્થા હજુ પણ અસરકારક બની શકે છે?"
- સુપ્રીમ કોર્ટની ન્યાયપીઠ, ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી :
"સડો ફેલાઇ ચૂક્યો છે." ન્યાયમૂર્તિઓએ વરિષ્ઠ વકીલો અનિલ દેવન અને સોલિસીટર જનરલ જી.ઇ. વહાણવટી સાથે કરાર કર્યો હોવાનું જણાય છે, જેમણે ઊતરતાં જતાં ધોરણો ટાંક્યા છે, તેમજ અદાલતી કાર્યવાહીમાંથી ન્યાયમૂર્તિઓને બાકાત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. [૫૧][૫૨]

વરિષ્ઠ સરકારી અધિકારીઓ
- ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એપીજે અબ્દુલ કલામ :
"જો કેસો લાંબા સમય સુધી ચાલે તો પ્રજા વધારાનાં ન્યાયિક પગલાંઓનો આશરો લેશે." [૫૩]
- ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રતિભા પાટીલ : ન્યાયિક સુધારાના સેમિનાર ખાતે [૪૫]
"ન્યાયતંત્ર વિલંબિત ન્યાય માટેના આક્ષેપમાંથી છટકી શકે તેમ નથી કે જે ટોળા દ્વારા કાયદો હાથમાં લેવાય તેવું જોખમ ઊભું કરે છે."
"આપણી ન્યાય વ્યવસ્થાએ સંપૂર્ણ ન્યાય જાળવી રાખીને અને સત્ય, વિશ્વાસ અને આશાના સંકેત દ્વારા પ્રકાશ પાડીને આશાઓને ઉજાગર કરી છે કે કેમ તે અંગે ગંભીરપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે."
"બેશક, અદાલતી વહીવટ પણ તેના પોતાના હિસ્સાની અપૂર્ણતાઓ અને ખોડખાંપણો વિનાનો નથી."
- ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ, વાય. કે. સભરવાલ :
"ન્યાય આપવાની વ્યવસ્થા તેના નીચલા સ્તર સુધી પહોંચી ગઇ છે."[૫૩]
- લોકસભા અધ્યક્ષ, મીરાં કુમાર :
"જેમણે દાયકાઓ સુધી પ્રેક્ટિસ કરી છે તેવા આ દેશના નાગરિક અને વકીલ હોવાના કારણે, ન્યાયિક અધિકારી વિરુદ્ધ જરાપણ ગુસપુસ થતી હોય તો તે તીવ્ર પીડજનક છે… પરંતુ હકીકત એ છે કે ન્યાયિક અધિકારીઓ વિરુદ્ધ આરોપો એ વાસ્તવિકતા બની ગઇ છે. એક મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ફક્ત 20 ટકા ન્યાયમૂર્તિઓ જ ભ્રષ્ટ છે. અન્ય એક ન્યાયમૂર્તિએ નિરાશાજનર ઉદ્ગાર વ્યક્ત કર્યો હતો કે આરોપોની તપાસ કરવા માટે કોઇ આંતરિક પ્રક્રિયા નથી. તેથી, આવી વ્યવસ્થા હોવી જોઇએ તેવી જરૂરિયાત પર ખુદ ન્યાયમૂર્તિઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય કે આ પદ્ધતિ કેવી રીતે અસ્તિત્વમાં લાવવામાં આવશે અને તે કોણ લાવશે. હકીકત એ છે કે ન્યાયતંત્ર એ એક માત્ર સંસ્થા છે જે લોકશાહીમાં તેના લોકો પ્રત્યે કોઇ ઉત્તરદાયિત્વ ધરાવતી નથી. એકંદરે આ સંદર્ભમાં, ન્યાયિક ઉત્તરદાયિત્વ માટે પ્રક્રિયામાં બહારનાં તત્ત્વોને સામેલ કરવા સંપૂર્ણપણે આવશ્યક છે."[૫૪]
- અધિક સોલિસીટર જનરલ, જી.ઇ. વહાણવટી : દિલ્હી હાઇકોર્ટની સુનાવણી વખતે
"સીજેઆઇ(CJI) સમક્ષ ન્યાયમૂર્તિઓએ કરેલી મિલકતની જાહેરાત એ અંગત માહિતી છે જેને હાલ આરટીઆઇ(RTI) હેઠળ માગી શકાય નહીં અને આ બાબતમાં તે રીતે સુધારો કરવો જોઇએ." [૫૫]
"એવું સુપરત કરવામાં આવ્યું હતું કે માગવામાં આવેલી માહિતી (ન્યાયમૂર્તિઓની મિલકતને લગતી) એ સંપૂર્ણપણે અને માત્ર અને માત્ર અંગત માહિતી છે, જેની જાહેરાતને કોઇ જાહેર કામગીર સાથે સંબંધ નથી" [૫૬][૫૭]
- પ્રણવ મુખરજી:
"રચનાત્મક ટિપ્પણીઓને પ્રોત્સાહન આપવું જોઇએ." ન્યાયિક વિલંબના સૂરમાં તેમણે સૂર પૂરાવ્યો હતો, જેના પરિણામે લોકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. તેમણે ન્યાયતંત્રના આંતરમાળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. [૫૮]

કોર્ટના પદસ્થ ન્યાયમૂર્તિઓ
[૫૯]
[૫૯]
મુખ્ય ન્યાયમૂર્તિ
- સન્માનનીય આર. એમ. લોઢા
- સન્માનનીય આર. એમ. લોઢા
ન્યાયમૂર્તિઓ
- એચ.એલ.દત્તુ
- બલબીર સિંઘ ચૌહાણ
- એ.કે.પટનાયક
- ટી.એસ.ઠાકુર
- કે.એસ. રાધાક્રિશ્નન
- સુરિન્દર સિંઘ નિજ્જાર
- ચંદ્ર મૌલી કુમાર પ્રસાદ
- ગ્યાન સુધા મિશ્રા
- એ.આર.દવે
- એસ.જે.મુખોપાધ્યાય
- આર.પી.દેસાઈ
- જે.એસ.ખેહર
- દિપક મિશ્રા
- જે.ચેલમેશ્વર
- એફ.એમ.આઈ.કલીફુલ્લા
- રંજન ગોગોઈ
- મદન બી.લોકુર
- એમ.વાય.ઈકબાલ
- વી.ગોપાલગૌડા
- વિક્રમજીત સેન
- પી.સી.ઘોષ
- કુરિયન જોસેફ
- અર્જન કુમાર સિક્રી
- એસ.એ.બોબડે
- એસ.કે.સિંઘ
- સી.નાગપ્પન
- રાજેશ કુમાર અગરવાલ
- એન.વી.રમણ
- એચ.એલ.દત્તુ
- બલબીર સિંઘ ચૌહાણ
- એ.કે.પટનાયક
- ટી.એસ.ઠાકુર
- કે.એસ. રાધાક્રિશ્નન
- સુરિન્દર સિંઘ નિજ્જાર
- ચંદ્ર મૌલી કુમાર પ્રસાદ
- ગ્યાન સુધા મિશ્રા
- એ.આર.દવે
- એસ.જે.મુખોપાધ્યાય
- આર.પી.દેસાઈ
- જે.એસ.ખેહર
- દિપક મિશ્રા
- જે.ચેલમેશ્વર
- એફ.એમ.આઈ.કલીફુલ્લા
- રંજન ગોગોઈ
- મદન બી.લોકુર
- એમ.વાય.ઈકબાલ
- વી.ગોપાલગૌડા
- વિક્રમજીત સેન
- પી.સી.ઘોષ
- કુરિયન જોસેફ
- અર્જન કુમાર સિક્રી
- એસ.એ.બોબડે
- એસ.કે.સિંઘ
- સી.નાગપ્પન
- રાજેશ કુમાર અગરવાલ
- એન.વી.રમણ
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ
- એચ.જે.કણીયા
- એમ.પી.શાસ્ત્રી
- મેહર ચંદ મહાજન
- બી.કે.મુખર્જી
- સુધી રંજન દાસ
- ભુવનેશ્વર પ્રસાદ સિન્હા
- પી.બી.ગજેન્દ્રગડકર
- એ.કે.સરકાર
- કે. સુબ્બારાવ
- કે.એન.વાંચૂ
- એમ.હિદાયતુલ્લાહ
- જે.સી.શાહ
- એસ.એમ.સિક્રી
- એ.એન.રાય
- મિર્ઝા હમીદુલ્લાહ બેગ
- વાય.વી.ચંદ્રચુડ
- પી.એન.ભગવતી
- આર.એસ.પાઠક
- ઇ.એસ.વેંકટરામૈયા
- એસ.મુખર્જી
- રંગનાથ મિશ્રા
- કે.એન.સિંઘ
- એમ.એચ.કણીયા
- એલ.એમ.શર્મા
- એમ.એન.વૈંકટચેલીયા
- એ.એમ.એહમદી
- જે.એસ.વર્મા
- એમ.એમ.પંછી
- એ.એસ.આનંદ
- એસ.પી.ભરૂચા
- બી.એન.કિરપાલ
- જી.બી.પટ્ટનાયક
- વી.એન.ખરે
- રાજેન્દ્ર બાબુ
- આર.સી.લાહોટી
- વાય.કે.સભરવાલ
- કે.જી.બાલાક્રિશ્નન
- એસ.એચ.કાપડીયા
- અલ્તમસ કબીર
- પી.સદાશિવમ
- એચ.જે.કણીયા
- એમ.પી.શાસ્ત્રી
- મેહર ચંદ મહાજન
- બી.કે.મુખર્જી
- સુધી રંજન દાસ
- ભુવનેશ્વર પ્રસાદ સિન્હા
- પી.બી.ગજેન્દ્રગડકર
- એ.કે.સરકાર
- કે. સુબ્બારાવ
- કે.એન.વાંચૂ
- એમ.હિદાયતુલ્લાહ
- જે.સી.શાહ
- એસ.એમ.સિક્રી
- એ.એન.રાય
- મિર્ઝા હમીદુલ્લાહ બેગ
- વાય.વી.ચંદ્રચુડ
- પી.એન.ભગવતી
- આર.એસ.પાઠક
- ઇ.એસ.વેંકટરામૈયા
- એસ.મુખર્જી
- રંગનાથ મિશ્રા
- કે.એન.સિંઘ
- એમ.એચ.કણીયા
- એલ.એમ.શર્મા
- એમ.એન.વૈંકટચેલીયા
- એ.એમ.એહમદી
- જે.એસ.વર્મા
- એમ.એમ.પંછી
- એ.એસ.આનંદ
- એસ.પી.ભરૂચા
- બી.એન.કિરપાલ
- જી.બી.પટ્ટનાયક
- વી.એન.ખરે
- રાજેન્દ્ર બાબુ
- આર.સી.લાહોટી
- વાય.કે.સભરવાલ
- કે.જી.બાલાક્રિશ્નન
- એસ.એચ.કાપડીયા
- અલ્તમસ કબીર
- પી.સદાશિવમ
Post a Comment
Post a Comment